જામનગરની 97 વર્ષ જૂની, 1926 માં બનેલ સરકારી હોસ્પિટલ જે પેહલા ઇરવિન હોસ્પિટલ નામથી વખડાતી હતી જે હવે જીજી નામ થી પ્રખ્યાત છે માત્ર જામનગરના લોકો માટે જ નહીં પરંતુ બીજા શહેરો જેમકે દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર અને મોરબી સાથે સાથે ગણા વિસ્તારો અને ગામડાનાં દર્દીઓ ને સારવાર માટે મોટો નામ છે. પણ વિચારવા જેવી વાત એ છે કે શું આ હોસ્પિટલ સામાન્ય લોકો માટે લાઈફ લાઈન છે કે પછી આટલી મોંઘવારીમાં આરોગ્ય માટે તેમની મજબૂરી છે ?

આ જીજી હોસ્પિટલમાં દર્દીયોને જેટલી સારવારની જરૂર છે એટલી જ આ જીજી હોસ્પિટલ અને તેમના સિસ્ટમને જોઈ ને તમને મન થી લાગશે કે એને પણ સારવારની ખરે ખર જરૂર છે. એક તરફ અહીં અનેકો સુવિધાઓ અને સારી સર્વિસો છે તો બીજી તરફ તેમાં એટલી બધી ખામીઓ છે કે ક્યાંથી શરૂઆત કરવી તે વિચારવા જેવી બાબત છે.



દરરોજ લગભગ 10 હજાર લોકો અહીં પોતાની કે તેમના પ્રિયજનોની સારવાર કરાવવા આવે છે. આટલા લોકોને સંભાળવા એ ખરેખર મુશ્કેલ કામ છે, પરંતુ જો તેમાં ભ્રષ્ટાચાર અને પોલિટિકસ નો તડકો લાગી જાય તો ગરીબ દર્દીને સારવાર પહેલા જ બીજો દર્દ મળી જતો હોય છે.

તયા આવા વારા દર્દીઓ માટે સૌથી સારી વાત એ છે કે અહીં નિષ્ણાત અને અનુભવી ડોક્ટરોની ટીમ છે, પરંતુ અફસોસની વાત એ છે કે અહી ફરજ બજાવતા ઘણા ડોકટરો જેમાં કેટલાક તો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ જેવા પદ પર હોય છે તે નિયમ વિરૂદ્ધ પોતાની દુકાનો બહાર ચલાવે છે. એટલે કે પોતાની ખાનગી હોસ્પિટલ અને દવાખાના ચલાવી રહ્યા છે. આ જોયા બાદ પણ પ્રશાસન તેમની સામે કાર્યવાહી કરતું નથી.

બીજી સારી વાત આ છે કે ત્યાં બ્લડ બેંક, એમ્બ્યુલન્સ, જમવાની, રીપોર્ટસ મફતમાં અથવા ઓછા ખર્ચામાં કરાવવાની સુવિધાઓ ઉપલબ્ધ છે. જે ગરીબ દર્દીઓ માટે વરદાનથી ઓછું નથી. હાં…ત્યાં દર્દીઓને દવાઓ પણ મફતમાં મળતી હોય છે, પણ દવા જેવી રીતે આપવામાં આવે છે તે જોઈ ને તમે લાગશે કે હોસ્પિટલ ને દવાઓ ની વખત નથી કે શું ? જ્યાં એક જ સ્ટ્રીપ આપવાની હોય ત્યાં વગેર જોય દસ દસ સ્ટ્રીપ્સ આપી દેવા માં આવે છે. અને ખરે ખર લગભગ દર ડિપાર્ટમેન્ટમાં માં કામ ની કેટલીક દવાઓ હોય છે, જે દર્દીઓ ને બારે પૈસા ખર્ચ કરીને પ્રાઇવેટ મેડિકલ થી જ મળે છે, એના પાછળ શું પોલિટીક્સ છે ખબર નઈ ?

અહીં એક તરફ જૂની ઈમારત છે જે ખરે ખર ભગવાન ભરોસે છે. તયાં માત્ર ગાય, કૂતરા જેવા પશુઓ જ અંદર ફરતા હોય છે પરંતુ દારૂ જે બંધ છે તેના નશામાં ઓટો રિક્ષા પણ અંદર આવી ફરી ને પાછી હાલી જાયે છે અને મેનેજમેન્ટ વિચારતું રહે છે કે આ ભૂલો કોન નાં માથા ઉપર મૂકવી. બીજી તરફ નવી બિલ્ડીંગની સુરક્ષા એટલી જ ચુસ્ત છે કે જાણે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ ત્યાં રહેતા હોય. ત્યાંની સિક્યોરિટી નું વર્તન દરરોજ મીડિયામાં હેડલાઇન્સ બનાવે છે. તેનો ગેરમાનવીય વર્તન કોઈના નિયંત્રણમાં જ નથી.

ક્રોમા આઇસીયુ જે ઓપન છે અને તેમાં એસી નથી
કુતરા જેવા પશુઓ જીજીમાં અંદર સુધી આવતા હોય છે

ત્યાં નો પીડિયાટ્રિક વોર્ડ તો ભગવાન ભરોસે જ છે ખાસ કરીને રાતમાં. ત્યાં ઘણી વખત સિક્યુરિટી ગાર્ડ રાત્રે પણ ગુમ થઈ જતો હોય છે. ત્યારે જે વોર્ડમાં સૌથી વધુ મહિલાઓ દાખલ હોય છે ત્યાં તેમની સલામતી ભગવાન ભરોસે હોય છે. સુરક્ષાના અભાવે અપરાધિક પ્રકૃતિના લોકો, પછી તે નશાખોરો હોય કે જુગારીઓ, અહીં પડાવ નાખે છે.

રાતમાં સિક્યોરિટી વગેર પીડિયાટ્રિક વોર્ડ

ત્યાં સફાઈ નો શું હાલ છે તે તમે ફોટોમાં જોઈ શકો છો. આ વિષય પર સુપ્રિટેન્ડેન્ટ સાહેબના પોતાના અનોખા મંતવ્યો છે. જ્યારે તેને આઈસીયુમાં વંદો હોવા નાં વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે માત્ર કોકરોચ જ મળ્યા છે, ઉંદરો નહીં દેખાયો…અદ્ભુત સાહેબ મહોદય !

સમયાંતરે અનેક મોંઘા મશીનો હોસ્પિટલને દાનમાં આપવામાં આવ્યા છે, પરંતુ આ મશીનો જ્યારે જોય ત્યારે ખરાબ જ હોય છે. કાં તો તેઓ રાજનીતિનો ભોગ બને છે અથવા ખરાબ મેનેજમેન્ટનો. જેનો અસર આખરે ગરીબ દર્દીઓ ઉપર પડે છે અને તેને બહારથી રીપોર્ટસ પૈસા ભરીને કરાવા પડે છે.

સરકારી કાર્ડ જેમકે અમૃતમ કાર્ડ અહીં કામ કરે છે પણ ખતરનાક સમય બરબાદ કરવા પછી. જ્યારે કોઈ દર્દીને અહીં દાખલ કરવામાં આવે છે ત્યારે સરકારી કાર્ડ એક્ટિવેટ કરવા અને સમયનો વ્યય થાય તે માટે તેની સાથે અલગ વ્યક્તિ હોવો જ જોઈએ. કાર્ડને એક્ટિવેટ કરવા માટે દર્દિયો ને એટલી બધી પીડા આપવામાં આવે છે કે દર્દી તેની વાસ્તવિક પીડા ભૂલી જાય છે.

છેલ્લે, આપડે વાત કરીએ હોસ્પિટલનાં બેકબોન કહેવા માં આવતું નર્સિંગ સ્ટાફની. અહીંના મોટા ભાગના નર્સિંગ સ્ટાફમાં તમે ચોક્કસપણે એક વાત નોટિસ કરો તે કોઈની વાત સાંભળતી નથી. એમનો મન હોય તોજ તે કામ કરે ન કર દરદી મરી જાય તો પણ તે કામ ન કરે. જેનો કામ ગણી વખત રેસિડન્ટ ડોક્ટર્સ ને ભોગવવું પડે છે. દેજા દ્ર્શ્યો ક્રોમા વોર્ડમાં દરરોજ લાઈવ જોઈ શકાએ છે.  રેસિડેન્ટ ડોકટરો નાની-નાની પ્રવૃતિઓ માટે દોડી રહ્યા હોય છે અને નર્સિંગ સ્ટાફ રજિસ્ટરમાં એન્ટ્રી કરીને બધા ઉપર ઉપકાર કરીને ખૂણામાં બેસી જતા હોય છે.

ડોક્ટર કામ કરે છે અને નર્સિંગ સ્ટાફ વાતું
સાંભળો શું કહે છે પ્રશાસન

અમારો મંતવ્ય તમને માત્ર જીજી હોસ્પિટલની ખામીઓ બતાવું નથી અપીતું તેમાં સુધારો થાય એ પણ છે. તમારી સામે આ આર્ટિકલ નાં મારફત અમે જીજી હોસ્પિટલનની ખામીઓ અને ગુણો બંને રાખ્યા છે. જેના પછી તમે પોતેજ સમજી શકો છો કે જીજી હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે મજબૂરી કે પછી તે ખરેખર લાઈફલાઈન છે ?

error: Content is protected !!