ગુજરાતનાં મહીસાગર જિલ્લામાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ત્યાં વિરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હ્યુમન બાઈટના કારણે પુરુષને સારવાર લેવી પડી.
કેન્દ્રમાં કેસ પેપરમાં ‘ બૈરું કઈડ્યું ‘હોય તેવો ઉલ્લેખ છે.
હ્યુમન બાઈટ એટલે કે બટકું ભર્યું હોય તેને લઈને એક પતિને સારવાર આપવામાં આવી છે. જેમ આ કેસ પેપરનો ફોટો સામે આવતા ચર્ચાનો વિષય બન્યો છે.
એક ડોક્ટર દ્વારા હ્યુમન બાઈટની જગ્યાએ રોગના પ્રકારમાં “બૈરું કઇડ્યું” તેવા શબ્દોનો પ્રયોગ કરાતા અનેક તર્ક ઊભા થયા છે.