બાબા રામદેવ અને તેમની કંપની ‘પતંજલિ આયુર્વેદ લિમિટેડ’ ફરી એકવાર સમાચારોમાં છે. બોમ્બે હાઈકોર્ટે આદેશનું ઉલ્લંઘન કરવા બદલ બાબાની કંપની પર 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બોમ્બે હાઈકોર્ટે પતંજલિ કંપનીને કપૂર સંબંધિત ઉત્પાદનો ન વેચવાનો આદેશ આપ્યો હતો, જેનો પતંજલિએ ઉલ્લંઘન કરીને વેચાણ ચાલુ રાખ્યું હતું. તમને જણાવી દઈએ કે ઉત્તરાખંડ સરકાર દ્વારા પતંજલિના 14 નોન-સ્ટાન્ડર્ડ ઉત્પાદનોના લાયસન્સ પહેલા જ રદ કરવામાં આવ્યા છે, કોર્ટ પણ આ મામલે સ્ટ્રિક્ટ છે.