પાકિસ્તાનમાં લોકોનું ભવિષ્ય કેવું હશે, તમે એ વાત પરથી અંદાજો લગાવી શકો છો કે થોડા વર્ષો પહેલા પાકિસ્તાનમાંથી ભાગી આવેલા 188 શરણાર્થીઓને પહેલા ભારતમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડ્યો હતો અને ત્યાર બાદ હવે જ્યારે તેઓ ભારતમાં રહેવા માંગે છે ત્યારે તેઓ ભારતીય નાગરિકતા આપવામાં આવી રહી છે. આ શરણાર્થીઓના મતે પાકિસ્તાનમાં તેમનું કોઈ ભવિષ્ય નથી, તેથી તેઓ ભારતમાં જ રહેવા માંગે છે.

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરલા ગામમાં વર્ષોથી રહેતા 22 શરણાર્થીઓને આજે કેન્દ્રીય મંત્રીની હાજરીમાં ભારતીય નાગરિકતા આપવામાં આવશે. વર્ષો પહેલા આ પરિવાર પાકિસ્તાનથી ભારત આવ્યો હતો, આજે કુલ 188 લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે, જેઓ અલગ-અલગ જગ્યાએ રહે છે. ભારતીય નાગરિકતા મળવાની ખુશી આ તમામ લોકોમાં જોઈ શકાય છે.

error: Content is protected !!