કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના રૂઇધાસા ખાતે માલગાડી ટ્રેન દ્વારા અથડાઈ ગઈ; પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગયા છે અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ અકસ્માતમાં શરૂઆત માં 5 મુસાફરોના મોત થયા હતા અને 25 થી 30 લોકો ઘાયલ થયા હતા. દાર્જિલિંગ પોલીસ એડિશનલ એસપી અભિષેક રોયે જણાવ્યું કે પરિસ્થિતિ ગંભીર છે આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક ગુડ્સ ટ્રેન કંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ,” મૃત્યુઆંક વધીને 15 થયા છે, આ સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.  ઘાયલોની સંખ્યા પણ 60ને પાર કરી ગઈ છે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને કહ્યું, ‘પીડિતોને વધારાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે.  મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયા, ગંભીર ઈજાગ્રસ્તોને 2.5 લાખ રૂપિયા અને નાની ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

error: Content is protected !!