રાજકોટ થી ભાજપના લોકસભા ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા આ દિવસોમાં ક્ષત્રિયોને લઈને આપેલા બયાન નાં કારણે ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજના લોકો અનેક જગ્યાએ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. તેમની માંગ છે કે રૂપાલાની ટિકિટ પરત લેવામાં આવે.
સ્કૂલ પ્રિન્સિપલ રહી ચૂક્યા ૬૯ વર્ષીય પુરુષોત્તમ રૂપાલા મોદી મંત્રીમંડળ માં મત્સ, પશુપાલન અને ડેરી મંત્રી છે. તેઓ રાજ્યસભાના સભ્ય છે, તેઓ અમરેલીથી ગુજરાત વિધાનસભાના ભૂતપૂર્વ સભ્ય હતા.