મુકેશ અંબાણીની કંપનીઓમાંની એક Jio Financial Services ભારતમાં વેલ્થ મેનેજમેન્ટ અને ફિનાન્સિયલ સેવાઓ પ્રદાન કરવા માટે અમેરિકાની પ્રખ્યાત વેલ્થ મેનેજમેન્ટ કંપની BlackRock સાથે હાથ મિલાવ્યા છે. બન્ને કંપનીઓ સાથે મળીને ભારતમાં ફાઇનાન્સ ક્ષેત્રે તેમની સર્વિસસનો વિસ્તાર કરશે.
આ માટે Jio Financial Services એ મુંબઈ માં એક આલીશાન ઓફિસ પણ લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નજીકના ભવિષ્યમાં તેઓ બેન્કિંગ અને મ્યુચ્યુઅલ ફંડના ક્ષેત્રમાં પ્રવેશ કરે તેવી પ્રબળ શક્યતા છે.