આ ઘટના ચેન્નાઈમાં બની હતી, જ્યાં અવડી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના બીજા માળે ટીન શેડ પર 8 મહિનાની બાળકી બેદરકારીપૂર્વક લટકતી અને રમતી જોવા મળી હતી.

લોકો ટીન શેડ નીચે ચાદર ફેલાવીને તેને બચાવવા ઉભા હતા.  માત્ર થોડીક સેકન્ડના આ વાયરલ વીડિયોમાં માસૂમ બાળકીને ઘણી મહેનત બાદ બચાવી લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 8 મહિનાની બાળકી ચોથા માળેથી પડી હતી અને ટીન શેડ પર ફસાઈ ગઈ હતી અને લપસ્તી હતી. એપાર્ટમેન્ટ કેમ્પસમાં રહેતા અન્ય એક વ્યક્તિએ તેની બારીમાંથી સમગ્ર ઘટના જોઈ અને ત્યાંના લોકોને જાણ કરી.  બાદમાં બાળકીને બચાવવા માટે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

ચેન્નાઈના પોલીસ કમિશનર શંકરના જણાવ્યા અનુસાર, આ ઘટના અવાડીના વીજીએન સ્ટેફોર્ડમાં બની હતી. જ્યારે તેની માતા રામ્યા બાલ્કનીમાં તેને દુગ્ધપાન કરાવી રહી હતી ત્યારે બાળકી ચોથા માળેથી પડી ગઈ હતી. આ મામલે પોલીસને કોઈ ફરિયાદ મળી નથી.  બાળકી હાલ સુરક્ષિત છે.

error: Content is protected !!