રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપ સામે પ્રચાર કરવા માટે ફિલ્મી સ્ટાઈલ અપનાવી છે. આ માટે તેણે સિંઘમ ફિલ્મના વિડિયો અને સંવાદોનો ઉપયોગ કર્યો હતો.
ધાનાણીએ વિલન જયકાંત શિકરે અને હીરો સિંઘમ વચ્ચેનો સીન શેર કરીને ટ્વિટર (X) પર અનોખો પ્રચાર કર્યો છે.
આ વીડિયો શેર કરતી વખતે ધાનાણીએ લખ્યું છે કે:
“સિંઘમ-૩ ની શરુઆત”
“સરદાર” ના અસલી વારસોએ હવે ખુદજ “સિંઘમ” બની અને,
સતાની એડીએ “અઢારેય વર્ણ” પર અત્યાચાર કરનારા બધાજ “જયકાંત શીકરે” ના..,
“અહંકાર”ને ઓગાળવાની લડાઈ આગળ ધપાવવા વિનંતી કરુ છુ..!