કોંગ્રેસના ઉમેદવાર સુચરિતા મોહંતીએ ઓડિશાની પુરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલને પત્ર લખીને તેમની ટિકિટ પરત કરી દિધો છે. સુચરિતાએ કહ્યું છે કે તેમને ચૂંટણી લડવા માટે પાર્ટી તરફ થી ફંડ નથી મળી રહ્યું.
ભાજપના વરિષ્ઠ નેતા સંબિત પાત્રા પુરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે 2014ની લોકસભા ચૂંટણીમાં પણ સુચરિતાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. ઓડિશામાં 13, 20, 25 મે અને 1 જૂનના રોજ લોકસભા ચૂંટણીની સાથે ચાર તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પુરી લોકસભા સીટ અને રાજ્યની 7 વિધાનસભા સીટો માટે 25 મેના રોજ મતદાન થવાનું છે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 6 મે છે.
સુચરિતાએ પત્રમાં લખ્યું છે કે તે એક વ્યાવસાયિક પત્રકાર હતી, જેણે 10 વર્ષ પહેલા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેણે પબ્લિક ડોનેશનનો પ્રયાસ પણ કર્યો હતો પરંતુ તે સફળ ન થયા. એમને કહ્યું કે પાર્ટી ફંડિંગ વિના ચૂંટણી પ્રચાર શક્ય નથી.