શિક્ષણ જગતને શર્મસાર કરનાર એક મોટી ઘટના જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં આવેલી સૈનિક સ્કૂલ બાલાછેડીમાંથી સામે આવી છે. બાલાછેડી સૈનિક સ્કૂલમાં બે છાત્રાઓની જાતીય સતામણીની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. સ્કૂલમાં 15 દિવસ પહેલાં જ નોકરી ઉપર આવેલા બેન્ડ માસ્તરે બે બાળકોને ધમકાવી શારીરિક અડપલા કરી ને કોઈ ન બતાવા માટે પાછો જાણ થી મારી દેવાની ધમકી આપતાં હતાં. પરેશાન થઈ ને બેઇ છાત્રાઓ પોતાના પેરેન્ટ્સ અને સ્કૂલનાં પ્રિન્સિપાલ ને આ બાબત માં વાત કરી. સ્કૂલના પ્રિન્સીપાલે જોડિયા પોલીસમાં કમ્પ્લેન્ટ નોંધાવી છે. પોલીસે આરોપી ને ગિરફ્તાર કરીને પૂછતાછ અને જાંચ પડતાલ ચાલુ કરી છે.

જામનગર ગ્રામ્ય DySP રાજેન્દ્ર દેવધાએ જણાવ્યું હતું કે જોડિયા પોલીસ સ્ટેશનમાં આવેલી બાલાચડી સૈનિક સ્કૂલમાં ત્રણ દિવસ પહેલાં સ્ટુડન્ટ્સ સાથે બેન્ડ માસ્તરે શારિરીક અડપલાં કરતાં પ્રિન્સીપાલે ફરિયાદ નોંધાવી છે.  જે છેલ્લા 15 દિવસથી જ અહીં નોકરી કરવા આવ્યો હતો. હાલ પોલીસે બેન્ડ માસ્તરની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!