ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની ચંદન યાત્રા દરમિયાન આગને કારણે ફટાકડાનો ઢગલો ફાટ્યો હતો.
નરેન્દ્ર પુષ્કરિણી સરોવરના કિનારે લોકો ધાર્મિક વિધિ નિહાળવા ઉમટી પડ્યા હતા. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. કેટલાકની હાલત અત્યંત ગંભીર છે. વિસ્ફોટ થતાની સાથે જ ઘણા લોકો ઘાયલ થયા અને ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડ્યા. તમામ ઘાયલોને સારવાર માટે નજીકની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.