અગાઉની મોદી સરકારનું સૂત્ર હતું ‘સબકા સાથ, સબકા વિકાસ’ બિહારમાં લગાવવામાં આવેલા આ નવા હોર્ડિંગ્સ જે મોદી સરકારનાં સૂત્રનાં ઠીક વિપરીત છે તે વિચારવા મજબૂર કરે છે. જ્યાં મોદી સરકારમાં ‘સબકા સાથ સબકા વિકાસ’ લખવામાં આવ્યું હતું, નવા હોર્ડિંગોમાં લખ્યું છે કે નીતીશ દરેકના છે.

હવે વિચારવા જેવી વાત આ છે કે ભાજપ ને સરકાર બનાવવા માટે તેના ઘટક NDAની જરૂર છે અને તેનાથી વિપરીત કોંગ્રેસને પણ સરકાર બનાવવા માટે તેના ઘટક INDIAની જરૂર છે. બંને પક્ષને નીતિશની ખાસ જરૂર છે. ચર્ચાઓ તો એવી છે કે કોંગ્રેસ તો નીતીશને ઉપવડાપ્રધાનની પોસ્ટ પણ ઓફર કરી છે.

આવી સ્થિતિમાં નીતિશ દ્વારા ‘નીતીશ દરેકનાં છે’ એવું હોર્ડિંગ્સ દર્શાવે છે કે નીતિશ કોઈપણ દિશામાં જઈ શકે છે અને કોઈ પણ પાર્ટીને સમર્થન આપી શકે છે.

error: Content is protected !!