શહેરની મધ્ય સ્થિત દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ઓશવાળ હોસ્પિટલમાં આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા કેન્ટીન અને મેડિકલ સ્ટોર સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. હોસ્પિટલમાં પાર્કિંગ માટે મોટી જગ્યા તો છે પણ પાર્કિંગ રોડ અને આજુ બાજુના સેરિયો માં કરવા માં આવતી હતી. જેના લીધે રોડ ઉપર વાહનોના થપ્પા લાગતા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટ પાર્કિંગ ની જગ્યામાં મેડિકલ અને કેન્ટીન ચલાવતા હતા જેને જેએમસીની એસ્ટેટ શાખા દ્વારા સીલ કરવામાં આવ્યો છે. જેના લીધે હોસ્પિટલના તંત્રમાં ભારે દોડધામ થઈ.