ટાટા ગ્રુપ એ કામ ફરી કરવા જઈ રહ્યું છે જે સરકારે કરવું જોઈએ. ટાટા ગ્રૂપ BSNL ને ફરીથી ટોચ પર લઈ જવા માટે મૈદાન માં ઊતર્યો છે. આ માટે ટાટાએ BSNL સાથે 15 હજાર કરોડ રૂપિયાનો કરાર પણ કર્યો છે. નોંધનીય છે કે ટાટા ગ્રૂપે પહેલેથી જ બંધ થવાના આરે રહેલી એર ઈન્ડિયાની બાગડોર સંભાળી લીધી છે અને હવે તે BSNLને ટેકો આપીને ઉત્થાન માટે પ્રતિબદ્ધ છે. દેશના જે ભાગોમાં હજુ મોબાઈલ ઉપલબ્ધ નથી ત્યાં ટાટા ગ્રુપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ કંપની બીએસએનએલને ત્યાં પહોંચાશે.ટાટા દ્વારા BSNLને આ રીતે સપોર્ટ કરવાથી Airtel અને Jio ને ટેન્શન થશે. સરકારી કંપની BSNLને ટેકો આપીવાનું આ કામ સરકાર દ્વારા થવું જોઈયે જે ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે.