આ દિવસોમાં ગુજરાતમાં એક નવો વાઈરસ સામે આવી રહ્યો છે. તેનું નામ છે ચાંદીપુર વાયરસ. આ વાયરસ 9 થી 14 વર્ષની વયના બાળકોને ઝડપમાં લિયે છે. આ વાયરસ ગુજરાતના સાબરકાંઠા થઈને અમદાવાદ પહોંચ્યો હતો અને હવે જામનગરમાં બે બાળકો આ વાઇરસ નાં શંકાસ્પદ દર્દી તરીકે મળી આવ્યા છે. બંને બાળકોને સરકારી જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને બંને વેન્ટીલેટર પર છે. આ વાતની પુષ્ટિ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. બાળકોને હોસ્પિટલમાં દાખલ કર્યાના સમાચાર મળતાની સાથે જ જામનગરથી ધારાસભ્ય અને રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને અધિકારીઓ સાથે બેઠક યોજી બાળકોના સ્વાસ્થ્ય અને રોગચાળાને કેવી રીતે આ વાઇરસને ફેલાતો અટકાવવો તેની ચર્ચા કરી.