વૃદ્ધ પેન્શન યોજના
- યોજનાનુ નામ : ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના
- લાભાર્થી જૂથ : ૬૦થી ૭૯ વર્ષની વયની વ્યક્તિ
- મળતી સહાય : રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને
- અમલીકરણ : મામલતદાર કચેરી
- વેબસાઇટ : sje.gujarat.gov.in
પાત્રતા ધોરણો
- લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
- લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
- લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.
સહાયની રકમ
૬૦ થી 79 વર્ષની ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1000 સહાય આપવામા આવે છે. તથા ૮૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1250 સહાય આપવામા આવે છે. મઘડપણ મા આ સહાય મળવાથી વૃદ્ધો ને પોતાનુ ગુજરાન ચલાવવા માટે આ સહાયથી એક ટેકો મળી જાય છે.
આ યોજનાઓ અંતર્ગત સહાયની રકમ ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામા આવે છે.
સહાય ડોકયુમેન્ટ લીસ્ટ
- ઉંમરની સાબિતી માટે ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(આ પૈકી કોઇ પણ એક)
- ગરીબી રેખાની BPL યાદી પર નામ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
- લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
- બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની પાસબુકની નકલ
અરજી ફોર્મ અને અરજી પ્રક્રિયા
- તમારા જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથી
- તમારા તાલુકાની મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાય છે
Vridha Pension Yojana Form
- નીચે દર્શાવેલ લીન્ક પરથી પણ ફોમ ડાઉનલોડ કરી શકાશે.