ઉત્તર પ્રદેશની યોગી સરકારે નિર્ણય આપ્યો કે કાવડ યાત્રિકોનાં રસ્તાઓ પર ખાદ્યપદાર્થોની દુકાનો પર ‘નેમ પ્લેટ’ લગાવવી પડશે. તેમજ દુકાનના માલિકનું નામ અને ઓળખ લખવાની રહેશે. યાત્રિકોની આસ્થાની પવિત્રતા જાળવવા માટે આવું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જો કોઈ હલાલ સર્ટિફિકેશન સાથેનો પદાર્થ વેચશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એક્ટર અને સામાજિક કાર્યકર સોનુ સૂદ આ મામલે પ્રતિક્રિયા આપીને ચર્ચામાં આવી ગયો છે.સોનુ સૂદે ટ્વિટર પર લખ્યું કે દરેક દુકાનમાં માત્ર એક જેવી નેમપ્લેટ હોવી જોઈએ – માનવતા. 

રોટી પર થૂંકવાના વિષય પર સોનુએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આપણા શ્રી રામજીએ શબરીના એઠાં બૈર ખાધા હતા, તો હું શા માટે ન ખાઈ શકું ?
અહિંસા દ્વારા હિંસા ને હરાવી શકાય છે મારા ભાઈ 🤍 માત્ર માનવતા અકબંધ રહેવી જોઈએ.

વાસ્તવમાં, યોગી સરકાર ઈચ્છે છે કે જ્યારે કાવડ યાત્રીઓ કોઈપણ દુકાનમાંથી ખાદ્યપદાર્થો ખરીદે ત્યારે તેઓ નોન-વેજથી અને તેમની પરછાઇ પણ દૂર રહે.  તેથી જ સરકારે આવો આદેશ આપ્યો છે પરંતુ સોનુ સૂદે પોતાની અલગ અને વિપરીત પ્રતિક્રિયા આપીને આ મુદ્દાને સળગાવી દીધો છે.

error: Content is protected !!