જામનગર તા. ૨૯ નવેમ્બર, જામનગર જીલ્લાના ખેડૂતો વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ જામનગર જીલ્લા સહિત તમામ જીલ્લાઓના ખેડૂતો આઈ-ખેડૂત વેબ પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી મહત્તમ લાભ લઈ શકે તે માટે વિવિધ ઘટકમાં ઓનલાઈન અરજી કરવા માટે આઈ-ખેડૂત વેબ પોર્ટલ તા. ૦૧/ ૧૨/૨૦૨૪ થી તા. ૦૭/૧૨/ ૨૦૨૪ (દિન-૦૭) સુધી અર્ધપાકા ટ્રેલીઝ / મંડપ, કાચા ટ્રેલીઝ / મંડપ, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિમાં પ્રોત્સાહન, સરગવાની ખેતીમાં સહાય, પ્લાસ્ટીક મલ્ચીંગ મશીન, મેન્યુલ સ્પ્રેયર નેપસેક/ફટ ઓપરેટેડ સ્પ્રેયર, ખેતર પર ગ્રેડીંગ, શોટીંગ, પેકીંગ એકમો ઉભા કરવા સહાય, કાપણી પછીના સાધનો, પ્રોસેસીંગના સાધનો, બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય, ઔષધિય / સુગંધીત પાકો માટે નવા ડીસ્ટીલેશન યુનિટ ઉભા કરવા, મિશન મધમાખી કાર્યક્રમ, ટ્રેક્ટર (૨૦ PTO HP સુધી), ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પેયર (૩૫ BHPથી વધુ )/ ઈલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર, ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૨૦ BHP થી ઓછા ), પાવર નેપસેક સ્પેયર/પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬ લી. ક્ષમતા), પાવર નેપસેક સ્પ્રેયર/પાવર ઓપરેટેડ તાઇવાન સ્પેયર (૧૬ લી. ક્ષમતાથી વધુ ), પાવર નેપસેક સ્પેયર/પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા), સ્વયં સંચાલિત બાગાયત મશીનરી, કંદ ફલો, દાંડી ફલો /કટ ફલાવર ઘટકોમાં તેમજ તા. ૦૧/૧૨/ ૨૦૨૪ થી તા.૧૫/૧૨/૨૦૨૪ (દિન-૧૫) સુધી આંબા/જામફળ ફળ પાક ઉત્પાદકના વધારવાનો કાર્યક્રમ, અઆંબા તથા લીંબુ માટે ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટે સહાય, કમલમ (ડ્રેગન ફ્રુટ) ના વાવેતર માટે . સહાયનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ) ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રિહેન્સિવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ટીસ્યુકલ્ચર છોડ દ્વારા ખારેકની ખેતીમાં વાવેતર વિસ્તાર વધારવા સહાય, નાળીયેરી વાવેતર વિસ્તાર સહાય, પપૈયા- ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ, ફળપાકોમાં પ્લાટીંગ મટીરીયલ માટે ૯૦% સહાયનો કાર્યક્રમ, વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાય ના ફળપાકો, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો- આંબા, જામફળ, ઘડમ, લીંબુ માટે, પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)- નળાકાર સ્ટ્રકચર માટે, નેટહાઉસ- નળાકાર સ્ટ્રકચર માટે, રાઇપનીંગ ચેમ્બર, (ક્ષમતા મહત્તમ 300 મે. ટન), સંકલિત કોલ્ડ ચેઈન સપ્લાય સીસ્ટમ, ફંક્શનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (કલેક્શન, શોર્ટીંગ/ ગ્રેડીંગ, પેકીંગ એકમો વિગેરે ગુણવતા નિયંત્રણ/ પૃથ્થકરણ પ્રયોગશાળા, નાની નર્સરી (૧.૦૦ હે.) ઘટકોમાં સરકારશ્રીની સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવા માટે આઈ – ખેડૂત વેબ પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે.
આ ઘટકોમાં લાભ લેવા માંગતા જિલ્લાના તમામ પ્રકારના ખેડુતોએ ઓનલાઇન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કર્યા બાદ કરેલ અરજીની નકલ સાથે જરૂરી સાધનિક કાગળો (અરજીમા બતાવ્યા મુજબ) સામેલ રાખી દિન ૭મા અત્રેની કચેરીના સરનામે (નાયબ બાગાયત નિયામકની કચેરી, જીલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં. 48, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં. (0288)2571565) તાત્કાલીક રૂબરૂ અથવા ટપાલથી પહોચતી કરવા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
++++++