સ્પર્ધકો ૩૭ જેટલી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી શકશે
જામનગર તા.૦૨ ડિસેમ્બર, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર જામનગરની રાહબરી હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી જામનગર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે. જેમાં રજીસ્ટ્રેશન (ઓફ લાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૧૨/૨૦૨૪ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં ઝોનકક્ષાએ થી શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, સુગમ સંગીત, લગ્નગીત, લોકગીત/ભજન, તબલા.હાર્મોનિયમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ અને સીધી શહેરકક્ષાએથી શરૂ થતી સ્પર્ધા સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી અને ઓરગન, શાસ્ત્રીય કંઠ્ય સંગીત(હિન્દુસ્તાની)તેમજ સીધી પ્રદેશકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં વાંસળી ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન અને સીધી રાજ્યકક્ષાએથી શરૂ થતી સ્પર્ધાઓમાં પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો વગેરે કૃતિઓ યોજાશે. આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે જામનગર શહેરની તમામ શાળાઓ, કોલેજો તથા વિવધ સંસ્થાઓ તેમજ અભ્યાસ કરતાં કે ન કરતા કલાકારોને પોતાનું અરજી ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં-૪૨, રાજ્પાર્ક પાસે, જામનગર ખાતેથી મેળવીને તા.૨૦/૧૨/૨૦૨૪ સુધીમાં ભરીને પરત જમા કરવાનું રહેશે.વધુ વિગત માટે કચેરીના ફોન નં-૦૨૮૮૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.
000000