જામનગર તા.06 ડિસેમ્બર, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ ખેલમહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.જેમાં શાળા, ગ્રામ્ય, તાલુકા, ઝોન, જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા, ઝોનકક્ષા (ટીમ રમત) અને છેલ્લે રાજ્યકક્ષાની સ્પર્ધા માટેનું આયોજન હાથ ધરાશે.

ખેલમહાકુંભ ૩.૦ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવેલ છે.જેની છેલ્લી તા.૨૫/૧૨/૨૦૨૪ સાંજે ૦૬:૦૦ કલાક સુધીની રહેશે.ખેલમહાકુંભ ૩.૦ માં ભાગ લેવા માટે નિયત વયજૂથના તમામ ખેલાડીઓ દ્વારા ફરજીયાત ખેલમહાકુંભની વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.in પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.પ્રત્યેક ખેલાડી મહત્તમ બે રમતમાં જ ભાગ લઇ શકશે.અં.૯, અં.૧૧, અં.૧૪ અને અં.૧૭ વયજૂથમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજીસ્ટ્રેશન કરી શકશે.અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ક્રિકેટ બંગલો ખાતેથી પોતાના વયજૂથમાં રજીસ્ટ્રેશન કરાવી શકશે.

error: Content is protected !!