જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અચાનક રાત્રિના સમયે ચોરીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સંબંધિત વાલ્કેશ્વરી વિસ્તારમાંના CCTV તપાસવામાં આવતા જાણવા મળ્યું કે આ ચોરીઓ બાળકોની એક ગેંગ દ્વારા કરવામાં આવી રહી છે.
CCTVમાં સ્પષ્ટ જોવા મળે છે કે બાળકોની આ ગેંગ કેવી રીતે નિર્ભય બની તાળાં તોડી રહી છે. CCTVમાં દેખાય છે કે તેમણે પહેલા ચોકલેટ્સ ચોરી કરી, પછી ફ્રિજનું તાળું તોડી કોલ્ડ ડ્રીંક ચોરી કરી. CCTVમાં દર્શાવવામાં આવેલ સમય મુજબ, આ ચોરીઓ મધરાત બાદ, જ્યારે બધાં લોકો ઊંડી ઊંઘમાં હોય છે, ત્યારે અંજામ આપવામાં આવી છે. હાલ પોલીસ CCTVના આધારે ચોરોની શોધખોળ કરી રહી છે.
વિડિઓ ની લિંક
