મોદીના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન મધ્યપ્રદેશ ઈન્દોરનાં જાવરા કમ્પાઉન્ડ સ્થિત ભાજપ કાર્યાલયમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે તેની જ્વાળાઓ દૂરથી દેખાતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ કાર્યાલયના ઉપરના માળે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી હતી, જે દરમિયાન ભાજપના સ્થાનિક અગ્રણી નેતાઓ પણ ત્યાં હાજર હતા. ફટાકડામાંથી નીકળતા તણખા અંદર ગયા અને આગ લાગી હતી. સમયસાર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.
ભાજપ શહર પ્રમુખ ગૌરવ રાણાદિવે, ધારાસભ્ય મનોજ પટેલ, મેયર પુષ્યમિત્ર ભાર્ગવ સહિત ઘણા મોટા નેતાઓ ત્યાં હાજર હતા. જે સમયસર ઘટના સ્થળેથી બહાર આવી જતા બચી ગયા હતા.