વડોદરાના પંડ્યા બ્રિજ પાસે રેલવે વેગનમાં અચાનક આગ લાગી ગઈ હતી. થોડીક વારમાં આગ વધવા લાગી. ઘટનાની જાણ થતાં જ હાઇ ટેન્શન લાઇનનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડે કામગીરી શરૂ કરી હતી.  ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

જ્યારે ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી ત્યારે તેમને એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળ્યો જે ખરાબ રીતે દાઝી ગયો હતો.  વેગન પર ચડતી વખતે વીજ શોક લાગવાથી યુવાનનું મોત થયું હોવાની આશંકા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.

error: Content is protected !!