પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં બંધ પડેલ કારમાં અટવાઇ જવાને કારણે એક બાળકનું મોત થઈ ગયો. બે વર્ષથી બંધ પડેલી કારમાં પાંચ વર્ષનો બાળક કારમાં બેસી ગયો હતો. બે કલાકથી વધુ સમય સુધી બંધકારમાં શ્વાસ રૂંધાતા બાળકનું મોત થઈ ગયું. બાળક કારમાં ગયા બાદ દરવાજો ન ખુલતા બાળકનો શ્વાસ રૂંધાયો. સ્થાનિકોની નજર પડતા બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો.