સુરતનાં હીરાની ચમકને લાગ્યું ગ્રહણ

હીરામાં મંદીને કારણે સામાં તહેવારે અમુક યુનિટમા 10 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. હીરા ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ વિશ્વના દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે પણ મંદીનો માહોલ છે. મંદીના કારણે રત્ન કલાકારોને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. 

મોરબી નો સિરામિક ઉપર પણ મંધી નો ગ્રહણ

સિરામિક ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત એવા મોરબીમાં પણ મંદીનો માહોલ છે. અહીંનો 80 ટકા વ્યવસાય એક્સપોર્ટ પર નિર્ભર છે અને જેમ કેટલાક વિદેશી દેશોમાં ખતરનાક હલચલ ચાલે છે…જેમકે બાંગ્લાદેશ માં સત્તાપલટો કરવામાં આવ્યો છે અને યુકે માં લોકોએ તેમના શહેરોને આગ લગાવી દીધી છે. તો કેટલીક જગ્યાએ યુદ્ધ ચાલી રહ્યું છે. વરસાદી માહોલ અને બજેટમાં કોઈ પ્રતિસાદ ન મળવાને કારણે દેશમાં બાંધકામ ઉદ્યોગ પણ ઠપ્પ થઈ ગયો છે જેના કારણે સિરામિક ઉદ્યોગ છેલ્લા 15 દિવસથી બંધ છે.

જામનગર બ્રાસપાર્ટ ઉદ્યોગ પણ છે મંદીની બોર્ડર ઉપર

બ્રાસ પાર્ટ મેન્યુફેક્ચરિંગ માટે વિશ્વ પ્રસિદ્ધ જામનગર પણ મંદીના મારથી પરે નથી. જામનગરમાંથી બ્રાસ પાર્ટ્સ દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. આ દિવસોમાં એક્સપોર્ટ કરતા વેપારીઓના ચહેરા પર પણ નિરાશા જોવા મળી રહી છે.  એક્સપોર્ટ શેરબજારની જેમ નીચે આવ્યો છે, ખાસ કરી ને જે દેશો માં સ્થતિ સારી નથી તેમાં એક્સપોર્ટ કરવા વારા વ્યાપારીઓ માટે. એક્સપોર્ટ નાં નવા ઓર્ડર હોલ્ડ ઉપર છે અને અવ્યવસ્થિત સ્થિતિને કારણે જૂના ઓર્ડરના પેમેન્ટ પણ અટવાયા છે. જેમકે બ્રાસપાર્ટ્સ એસોસિયેશનનાં પ્રમુખ લાખાભાઈ કેશવાલા એ જણાવ્યું મોટાભાગનો કાચો માલ અમેરિકાથી આવે છે. વિશ્વની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકાએ કાચા માલ પર વીમો અને સુરક્ષા વધારી છે.  જેના કારણે કાચા માલની કિંમત ઉપર પણ અસર પડવાની જ છે.  

બાંગ્લાદેશ એ રાજકોટ એસએસ ઉદ્યોગ ને પણ રડાવે છે

વિશ્વમાં ખાસ કરીને બાંગ્લાદેશ જેવા દેશોને સસ્તા એસએસ પાર્ટસ સપ્લાય કરતું રાજકોટ બાંગ્લાદેશની પરિસ્થિતિથી ખૂબ જ ચોંકી ગયું છે. અહીં તખ્તાપલટ નાં કારણે એક્સપોર્ટ ન જેવો થઈ ગયો છે. જેના કારણે રાજકોટ એસએસ ઉદ્યોગ પણ મંદીના મારનો સામનો કરી રહ્યો છે.

error: Content is protected !!