જીજી હોસ્પિટલ માં આરામ ફરમાંતા દારૂડિયા

સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જાણીતી સરકારી હોસ્પિટલ તેની અજીબોગરીબ વ્યવસ્થાઓને કારણે દરરોજ ચર્ચાઓમાં રહે છે. ક્યારેક હોસ્પિટલની અંદર ગાય રખડતી જોવા મળે છે તો ક્યારેક કૂતરો માંસનો ટુકડો લઈને હોસ્પિટલની અંદર રખડતો જોવા મળે છે. જીજી હોસ્પિટલ પ્રશાસન માટે આ તમામ બાબતો સામાન્ય છે. તેઓને પણ દર્દીઓ સાથે તેની આદત પડી ગઈ છે. ખાસ વાત એ છે કે હવે આ સરકારી હોસ્પિટલ દારૂડિયાઓ માટે પણ ઘર બની રહ્યો છે. ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં દારૂના નશામાં ધૂત દારૂડિયા બેખૌફ ફરતા હોય છે અને ફરતા ફરતા હોસ્પિટલમાં ગમે ત્યાં આરામથી સૂઈ જતા હોય છે.

error: Content is protected !!