કોચી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-807માં આગ લાગવાના સમાચાર છે. એન્જિનમાં આગ લાગી હોવાનું કહેવાય છે. ફ્લાઈટનું બેંગલુરુમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું અને ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે, અત્યાર સુધીની તપાસ મુજબ ફ્લાઈટના જમણી બાજુના એન્જિનમાં આગ લાગી હતી. લેન્ડિંગ સમયે ગ્રાઉન્ડ સર્વિસ વિભાગના સ્ટાફે પણ આગની જ્વાળાઓ જોઈ અને આગ લાગી હોવાની પુષ્ટિ કરી છે. જો કે આગ કઇ રીતે લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.