જનતાને રાજ્ય સરકાર પાસે કોઈ ફરિયાદ કરવા માટે ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. 27/06/2024 ના રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ નો આયોજન સરકાર તરફથી જામનગરમાં કરવા માં આવે છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તારીખ 14/06/2024 સુધીમાં રજૂ કરવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા માટે અરજદારે અત્રે જણાવેલા તમામ પ્રકારના મુદ્દાની ખાસ નોંધ લેવાની રહેશે. જે અંતર્ગત :
(1) લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા.
(2) અગાઉ રજૂ કરાયેલા પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો પ્રશ્નનો ક્રમાંક, માસનું નામ લખી બે નકલ સાથે રજૂ કરવો.
(3) પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કે અરજી કરનારનું નામ, પૂરું સરનામું, ફોન નંબર, પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી હોવા જોઈએ.
(4) સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં.
(5) નિશ્ચિત તારીખ વીત્યા પછીની, અસંદિગ્ધ, અસ્પષ્ટ રજૂઆતવાળી, એક કરતાં વધુ કચેરી કે વિભાગના પ્રશ્નો હોય, સુવાચ્ય ન હોય, નામ સરનામાં વગરની, વ્યક્તિગત આક્ષેપોવાળી, અરજદારનું હિત સંકળાયેલ ન હોય, કોર્ટ મેટર, આંતરિક તકરાર તેમજ સેવાને લાગતી અરજી પર કોઈપણ કાર્યવાહી થઈ શકશે નહીં. આ તમામ બાબતોની અરજદારોને ખાસ નોંધ લેવા માટે નિવાસી અધિક કલેકટરશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.