જામનગર તા.૭ નવેમ્બર, જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના બારાડી, આણંદા, માનપર, જશા૫ર, બોડકા, મધાપર, કોઠારીયા, જામસર, જોડીયા, માવનુગામ, તારાણાધાર તથા બાલંભા (બીણાધાર) ની પ્રાથમિક શાળાઓમાં ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સંચાલક કમ કુક, કુક કમ હેલ્પર તથા હેલ્પરની અલગ અલગ જગ્યાઓ ખાલી છે.
જેથી ધો.૧૦પાસ તેમજ ૨૦ થી ૫૫ વર્ષ અને સરકારના નિયમો મુજબ મળવાપાત્ર છુટછાટની કેટેગરીમાં આવતી જાતીઓના ઉમેદવારો માટે ૫૮ વર્ષની ઉમરવાળા હોય તેવા સ્થાનિક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે, સરકારના નિયત થયેલ ધોરણ મુજબ માસિક માનદવેતન ચુકવવામાં આવશે.
ઈચ્છુક ઉમેદવારોએ પી.એમ. પોષણ યોજના શાખા, મામલતદાર કચેરી, જોડીયા ખાતે વિગતો મેળવી નિયત અરજી ફોર્મ તા.૧૫/૧૧/૨૦૨૪ સુધીમાં રજા સિવાયના દિવસોએ ૧૧:૦૦ કલાકથી સાંજના ૬:૦૦ કલાક દરમ્યાન પી.એમ.પોષણ યોજના શાખા, મામલતદાર કચેરી, જોડીયા ખાતેથી મેળવી સમયમર્યાદામાં પહોંચાડવાના રહેશે. નિયત અરજી ફોર્મની સાથે પરીક્ષા પાસ કર્યાનું સર્ટીફિકેટ, રેશનકાર્ડ, આધારકાર્ડ, શારિરીક તંદુરસ્તી માટે તબીબી પ્રમાણપત્ર તથા જન્મ તારીખનો આધાર (લિવીંગ સર્ટી.) બેંક ખાતા નંબર વગેરેના જરૂરી આધારોની પ્રમાણિત નકલો સાથે સંપુર્ણ નામ, સરનામા સાથે ફોર્મ ભરીને તે જ તારીખના સમયગાળા દરમ્યાન પહોંચાડવાના રહેશે. નિયત તારીખ અને સમયમર્યાદા બાદની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહી.
તેમજ સંબંધિત અરજદારોએ તા. ૧૫/૧૧/૨૦૨૪ ના રોજ પોતાના અસલ તમામ પ્રમાણપત્રો સાથે મામલતદાર કચેરી, જોડીયા ખાતે સ્વખર્ચે હાજર રહેવા માટે મામલતદારશ્રી જોડીયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.