
ગયા વર્ષે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શ્રીમતી સોઢી ઉર્ફ જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના નિર્માતા અસિત કુમાર મોદી વિરુદ્ધ કોર્ટમાં જાતીય સતામણીનો કેસ દાખલ કર્યો હતો જેનો એક વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. એમાં જેનિફર ઉર્ફ શ્રીમતી સોઢી કેસ જીતી લીધો છે.
પણ જેનિફર જીત પછી પણ ખુશ નથી કારણ કે કેસનો નિર્ણય આવ્યા એને 40 દિવસ ઉપર થઈ ગયા છે પણ કોર્ટ ના ઓર્ડર પ્રમાણે પ્રોડક્શન હાઉસે હજુ સુધી એમને ચૂકવણી કરી નથી.
