જામનગર તા.૮ નવેમ્બર, મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ, ભારત સરકાર દ્વારા ૦૩ ઓક્ટોબર,૨૦૨૪ના રોજ પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ સ્કીમ લોંચ કરવામાં આવેલ છે. જેમાં ટોપ-૫૦૦ કંપનીઓમાં યુવાનોને ઇન્ટર્નશીપ કરવાની તક ઉભી કરવામાં આવી છે.

ઇન્ટર્નશીપ કરવા માટે ઓનલાઇન પોર્ટલ www.pminternship.mca.gov.in પર અરજી કરવાની રહે છે. ઇન્ટર્નશીપ કરવા ઇચ્છુકોએ અરજી કરવા માટે નીચેની લાયકાતો હોવી છે.

ઉમેદવારની ઉંમર ૨૧ થી ૨૪ વર્ષની વચ્ચે હોવી જોઇએ., ફૂલ ટાઈમ નોકરી કે અભ્યાસ કરતો ન હોવો જોઈએ., ડીસ્ટન્સ/ઓનલાઈન અભ્યાસ કરતો હોય તે અરજી કરી શકે., કુટુંબની વર્ષ ૨૦૨૩-૨૪ની વાર્ષિક આવક ૦૮ લાખથી વધુ ન હોવી જોઈએ., હાઇસ્કુલ/હાયર સેકન્ડરી/ITI/ડીપ્લોમાં અને ગ્રેજ્યુએટ (BA,B.COM, B.SC,B.B.A.) પાસ ઉમેદવાર અરજી કરી શકે છે, જેમણે એપ્રેન્ટીસ પુર્ણ કરેલ છે કે ચાલુ છે તે અરજી કરી શકશે નહી, ઉમેદવારનાં કુટુંબના કોઇ પણ સભ્ય સરકારી નોકરી (કેન્દ્ર/રાજય સરકાર/જાહેર સાહસો/સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં) કરતાં ન હોવા જોઈએ., લાભ લેવા ઇચ્છુક ઉમેદવારોએ ૧૦/૧૧/૨૦૨૪ પહેલા ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાયક ઉમેદવારોએ નજીકની રોજગાર કચેરી અથવા આઈ.ટી.આઈ.નો સંપર્ક કરવાનો રહેશે. તેમ ઓદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

error: Content is protected !!