જામનગર, જેને નાની કાશી માનવામાં આવે છે, ત્યાં આ દિવસોમાં ઘોર અનર્થ ચાલી રહ્યું છે પણ કોઈ બોલતો નથી. હિંદુ ધર્મ અનુસાર જેને આદરણીય માનવામાં આવે છે, જેના શરીર માં ભાગવાનો નું વાસ હોય છે અને જેને માતાનો દરજો આપવામાં આવ્યો છે તે “ગાયો” કુપોષણ નાં લીધે એક નહીં પરંતુ ઘણી સંખ્યામાં જામનગરમાં મૃત્યુ પામે છે, એ પણ અતિપવિત્ર શ્રાવણ માસ દરમિયાન તો પણ કોઈને ફેર નથી પડતું. તેના મૃતદેહને ચુપચાપ દફનાવવામાં આવે છે તો પણ કોઈને ફેર પડતો નથી. મોટી વાતો આ છે કે તથા કથિત હિન્દુવાદી સંગઠનો ને પણ આનાથી કાંઈ ફેર પડતો નથી.

જેએમસી નાં કર્મચારી થી લઈને અધિકારી સુધી બધાઈ ને, નેતાઓ થી લઇ ને કોર્પોરેટર સુધી બધાઈ ને આ બાબત માં ખબર છે પણ કોઈ ને ફેર પડતો નથી. એ લોકો માં થી જે લોકો હિન્દુ ધર્મ નાં છે બસ ભોલેનાથ નાં મંદિર માં ફેમિલી સાથે દર્શન કરી પોતાને પાપ થી મુક્ત માની લિયે છે. 

રણજીતસાગર, હાપા યાર્ડ અને બેડેશ્વર તનઇ જગ્યાઓ છે જ્યાં ગાયો અને ખૂંટિયા બેઇ માટે સરકારી બાડા છે. જો કોઈ આ વાડાઓ માં જાય તો ખબર પડે કે ગાય અને ખૂંટિયા કેવી રીતે નરકમાં જીવે છે. દેખભાળના નામે ત્યાં માત્ર ઢોંગ કરવામાં આવી રહ્યો છે. કોડ નંબર ચારની કોર્પોરેટર રચના નંદાણીએ થોડા દિવસો પહેલા આ અંગે વધુ વીડિયો અને ફોટોસ માહિતી સાથે જાહેર કર્યા હતા. 

ત્યારબાદ સૂતેલા જેએમસી નાં અધિકારી અને નેતાઓ ત્યાં દોડી ગયા હતા અને સક્રિય થયા હતા. પરંતુ આ પ્રતિક્રિયા માત્ર થોડા દિવસો માટે જ હતી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ત્યાં સ્થિતિ એવી છે કે દરરોજ 7 થી 8 ગાયો અને ખૂંટિયાની મોત થઈ રહી છે. જો અધિકારીઓ અને નેતાઓને આ વિષય માં ખબર નથી તો ખૂબ જ શરમજનક વાત છે અને જો તેઓ આ અંગે જાણતા હોય અને તેમ છતાં આવું થઈ રહ્યું હોય તો તેનાથી પણ મોટી શરમની વાત છે.

ન બોલી શકે એવા ગાય અને ખૂંટિયાને કોઈ ને બોલી શકતા નથી, તો તેઓ તેમની પીડાની વાત કોઈને કેવી રીતે કરે, દરરોજ સાત-આઠ ગાય અને ખૂંટિયાઓ ની લાશો કોઈને ખબર વિના દફનાવવામાં આવે છે, અને કોઈને તેની પરવા નથી.

error: Content is protected !!