ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિને કારણે સ્થિતિ ગંભીર છે.  કેટલાક જિલ્લાઓમાં સ્થિતિ લગભગ પૂર જેવી છે. સૌરાષ્ટ્રના જામનગરને હવામાન વિભાગ દ્વારા અગાઉ ઓરેન્જ એલર્ટમાં રાખવામાં આવ્યું હતું, જે હવે અપડેટ કરીને રેટ એલર્ટમાં ફેરવાયું છે. આ સાથે સમગ્ર ગુજરાતને રેડ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જામનગર કલેક્ટર બી.કે.પંડ્યાએ એક વીડિયો જાહેર કરીને સામાન્ય લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. 

જે અનુસંધાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે કે હાલ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હોય, લોકોએ ગફલતમાં ન રહેવુ, અજાણ્યા પાણીમા પ્રવેશ કરવો નહી, બાળકોને આવા પાણીથી દુર રાખવા તથા બિન જરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો પસાર કરવા નહી અને કોઇ અઘટિત બનાવ બને તો સબંધિત તાલુકાની તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે ફોન નં.૦૨૮૮-૨૫૫૩૪૦૪ ઉપર તુરત જ જાણ કરવા જિલ્લા કલેકટરશ્રી દ્વારા અનુરોધ કરવામા આવ્યો છે.

આગામી તા.૨૬/૦૮/૨૦૨૪ થી તા.૩૧/૦૮/૨૦૨૪ દરમ્યાન જામનગર જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હોય જેના કારણે જિલ્લામાં આવેલ તમામ ડેમ અને તળાવો ઓવરફ્લો થયેલ છે. આ પરિસ્થિતીમાં લોકો દ્વારા ગફલતમાં રહી અને ખોટા સાહસ કરવાથી પાણીમાં ડૂબી જવાથી અને વરસાદી પાણીના પ્રવાહમાં તણાઇ જવાથી માનવ મૃત્યુના બનાવ શક્યતા રહે છે. 

જામનગર જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાને લઈને એસડીઆરએફની ૨૩ જવાનો સાથેની એક ટીમ એસએસબી હેડ ક્વાર્ટર, બેડેશ્વર, જામનગર ખાતે તૈનાત કરવામાં આવી છે.

error: Content is protected !!