વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટ્વિટરના માલિક ઇલોન મસ્કે ભારતીય રાજકારણમાં વિપક્ષને નવો મુદ્દો આપતા કહ્યું છે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે EVM હેક થઈ શકે છે, તે પણ જ્યારે તાજેતરમાં EVMના આધારે કેન્દ્રીય ચૂંટણી યોજાઈ છે. આ મામલો એટલો ગરમાયો કે મહારાષ્ટ્રના ચૂંટણી પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરવી પડી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઈલોન મસ્કના ટ્વીટને રીટ્વીટ કરીને ઈલોનના ટ્વીટને સમર્થન આપ્યું છે.