ક્રિકેટ મેચ હોય કે ચૂંટણી, સટ્ટાબજારમાં દરેક વસ્તુ પર સટ્ટો રમાય છે. સટ્ટા બજાર વિશે સૌથી વધુ ચર્ચિત ફલોદી સટ્ટા બજાર છે. રાજસ્થાનથી સમગ્ર દેશમાં ચાલતું સૌથી પ્રખ્યાત ફલોદી સટ્ટા બજાર દરેક ચૂંટણીમાં સટ્ટો રમાય છે. આ વખતે આ ફલોદી સટ્ટા બજાર કોને વિજયી બનાવે છે અને કોને કેટલી સીટ આપે છે તે ચર્ચાનો વિષય છે. 

જો ગુજરાતના બે મોટા શહેરો રાજકોટ અને જામનગરની વાત કરીએ તો મોટાભાગે સટ્ટો કોણ કયા માર્જિનથી જીતશે

કોણ જીતશે તેના પર લગાવવામાં આવે છે. ગુજરાતના સૌથી ધનાઢ્ય ભાજપના ઉમેદવાર અને જામનગરથી ચૂંટણી લડી રહેલા પૂનમ બેનની સટ્ટાબજાર મુજબ જીતનો ભાવ 10 પૈસા છે, જ્યારે રાજકોટના ભાજપના ઉમેદવાર અને પોતાની વાણી થી ક્ષત્રિય સમાજ ને દુશ્મન બનાવવા વારા પુરુષોત્તમ રૂપાલાના વિજયનો ભાવ 22 પૈસા છે.

જો સટ્ટાબજારનું માનીએ તો રાજકોટ અને જામનગર બંને બેઠકો પરથી ભાજપના ઉમેદવારો જીતે તેવી શક્યતાઓ વધારે છે પરંતુ તેમની જીતનું માર્જીન ઘણું ઓછું હશે.

error: Content is protected !!