કેટલીક જગ્યાએ સાધનો નથી અને જ્યાં છે તે કામ કરવાની સ્થિતિમાં નથી
કોર્પોરેશન જે તમામ સરકારી, બિન સરકારી વિભાગો, પેઢીઓ, સંસ્થાઓ અને કંપનીઓ વગેરેને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપે છે તેનો પોતાનો ફાયર સેફ્ટી ભગવાન ભરોસે છે. કારણ કે જેએમસી (જામનગર મ્યુનસિપાલ કોર્પોરેશન) ની અંદર ઘણા અધિકારીઓ અને નેતાઓની ઓફિસની બહાર ફાયર ઈકીપમેન્ટ્સ જ નથી અને અમુક જગ્યાએ જ્યાં છે ત્યાં પણ તે ચાલુ હાલતમાં નથી.
જેએમસીના મુખ્ય ગેટની બહાર, મેયરની ઓફિસની નીચે જ ફાયરના સાધનો અવ્યવસ્થાઓની મજાક ઉડાવી રહ્યા છે. સીડીથી બિલ્ડીંગમાં ઉપર જતાં ત્યાં ફાયર ઈકીપમેન્ટ લગાવેલ છે પરંતુ તે અડધું જ છે અને આ ફાયર ઈકીપમેન્ટમાં લાંબા સમયથી પાઇપ જ ગાયબ છે.
ફાયર સેફ્ટીની બાબતમાં જિલ્લા પંચાયતની હાલત વધુ કફોડી છે. ત્યાં તો ઘણી મહત્વની જગ્યાએ અડધા ફાયર ઈકીપમેન્ટ્સ પણ નથી. આ મામલે સરકારી શાળાઓ અને આંગણવાડીઓની તો વાત જ જવા દિયો. એમનો બદાઇ નો મંતવ્ય છે કે ત્યાં રાજકોટ જેવી કોક મોટી ઘટના બને ત્યારે જ જોવું જાસે.
આ બધી લાપરવાહી જોઈ ને એવું લાગે છે કે ફાયર સેફ્ટીના નિયમો અને કાયદાનું પાલન કરવાની જવાબદારી ફક્ત ખાનગી ક્ષેત્રની છે, જ્યારે બાકીના સરકારી વિભાગો જાણે ભગવાનનું વરદાન પ્રાપ્ત કરીને કાઈ પણ મોટું બનાવ નહીં બને એનો ફિક્સિંગ કરી લીધો છે.