ઈન્ટરનેટ જગતની જાણીતી કંપની ગૂગલ કોસ્ટ કટિંગ માટે કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, Google દ્વારા છટણી કરવાથી એશિયા પેસિફિક, યુરોપ અને મધ્ય પૂર્વના ક્ષેત્રો પર અસર થશે.
આ માટે ગૂગલે તેના કર્મચારીઓને એક મેમો મોકલ્યો છે જેમાં કંપનીમાં છટણીની માહિતી આપવામાં આવી છે. પત્રમાં કંપનીએ તેના સાથીદારોથી અલગ થવા પર દુઃખ પણ વ્યક્ત કર્યું છે. નોંધનીય છે કે ગૂગલે 2024 સુધીમાં 57,000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે.