સંસ્થા નામ : ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી)
પોસ્ટ્સ નામ : એપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓ : આવશ્યકતા મુજબ
અરજી કરવાની છેલ્લી તારીખ : 20-09-2024
અરજી કરવાની રીત : offline
શૈક્ષણિક લાયકાત
કૃપા કરીને શૈક્ષણિક લાયકાત વિગતો માટે સત્તાવાર સૂચના વાંચો.
વેપાર નામ
ડીઝલ મિકેનિક
મોટર મિકેનિક
વેલ્ડર
ઇલેક્ટ્રિશિયન
ફિટર
સીઓપી
મિકેનિક એન્જિનિયર
પસંદગી પ્રક્રિયા
ઇન્ટરવ્યુના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આવશ્યક દસ્તાવેજ
ફોટો / સહી
10 માર્ક શીટ
આઇટીઆઈ માર્કશીટ
એલસી
આધાર કાર્ડ
આધાર કાર્ડ સિવાયના કોઈપણ આઈડી પુરાવા
કેવી રીતે અરજી કરવી
ગુ.રા.મા.વા.વ્ય.નિગમ ના વિભાગીય કચેરી, રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રેન્ટીસ એક્ટ – ૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર (૧) ડીઝલ મીકેનીક, (૨) મોટર મીકેનીક, (૩) વેલ્ડર(ગેસ & ઇલેક્ટ્રિક), (૪) ઇલેક્ટ્રીશિયન,(૫) ફીટર ટ્રેડ માટે ધોરણ ૧૦ પાસ ની સાથે આઈ.ટી.આઈ.પાસ, (૬) કોપા ટ્રેડ માટે ધોરણ ૧૨ પાસ ની સાથે આઈ.ટી.આઈ.પાસ (NCVT/GCVT ફરજીયાત) (૭) ડીગ્રી-મીકેનીકલ એન્જી. ટ્રેડ માટે ડીગ્રી મીકેનીકલ એન્જી.(૨૦૨૦ કે ત્યાર બાદ પાસ આઉટ થયેલ) ની લાયકાત ધરાવતા ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે રોકવાના હોઈ તેવા ઉમેદવારોએ ક્રમ (૧) થી (૬) ના ટ્રેડ ધરાવતાએ http://apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ESTABLISHMENT પર જઈ GSRTC-RAJKOT સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરવું તથા ક્રમ (૭) ના ટ્રેડ માટે https://nats.education.gov.in/ ઉપર રજિસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેથી તા.૦૯/૦૯/૨૦૨૪ થી ૨૦/૦૯/૨૦૨૪ સુધી ૧૧:૦૦ થી ૧૪:૦૦ કલાકે જાહેર રજા સિવાય ફોર્મ મેળવીને તા.૨૧/૦૯/૨૦૨૪ સુધીમાં જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોના આઈ.ટી.આઈ પરીક્ષાના પરિણામ બાકી છે તેવા ઉમેદવારોએ બોનાફાઈડ સર્ટીફીકેટ સાથે અરજી કરવાની રહેશે.