ગુજરાત ATS અને NCB દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ગુજરાત અને રાજસ્થાનમાં ડ્રગ બનાવવાની ત્રણ ફેક્ટરીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફેક્ટરીઓમાંથી જંગી માત્રામાં માદક દ્રવ્ય અને કાચી દવાઓ મળી આવી છે. અહીંથી ડ્રગ્સ બનાવી અન્ય રાજ્યો અને વિદેશમાં મોકલવામાં આવતું હતું.