જામનગર
જામનગર લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર પૂનમ બેન માડમ સામે કોંગ્રેસ પાસે કોઈ મજબૂત ઉમેદવાર નથી. જામનગર કોંગ્રેસ કાર્યાલયમાં જ ચર્ચા છે કે આ વખતે ભાજપના ઉમેદવાર કેટલા મતોથી જીતે છે તે જોવું રહ્યું.

સ્થાનીય કોંગ્રેસના સૌથી મોટા ચહેરા વિક્રમ માડમ દ્વારા ચૂંટણી નહીં લડવાની જાહેરાત બાદ કોને મેદાનમાં ઉતારવા તે અંગે ખુદ કોંગ્રેસ પક્ષ મુંઝવણમાં મુકાઈ ગયો હતો. આખરે, જ્ઞાતિના સમીકરણ પર રોક લગાવીને, બે વખત સાંસદ રહી ચૂકેલા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ સામે કોંગ્રેસે જામનગરના કાલાવડ વિસ્તારના પ્રખ્યાત નામ અને જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા 43 વર્ષીય વકીલ જે.પી. મારવિયાને મેદાનમાં ઉતાર્યા છે.
હેટ્રિક માટે આગળ ભાજપના પૂનમ બેન માડમ હાલારમાં મોટુ નામ છે. તે ખૂબ જ અનુભવી પણ છે અને તેમની સામે કોંગ્રેસે નવા ચહેરાનું અનાવરણ કરીને સૌને ચોંકાવી દીધા છે.
