હવે અમદાવાદના કાંકરિયાથી પ્રખ્યાત સાલંગપુર બાલાજી મંદિર સુધી મુસાફરો માટે દરરોજ હેલિકોપ્ટરની સુવિધા ઉપલબ્ધ થશે. આ વ્યવસ્થા યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. આ સુવિધા મે મહિનામાં શરૂ થશે.
યાત્રાધામ વિકાસ બોર્ડની જાહેરાત અંતર્ગત સાલંગપુર હનુમાનજી નાં મંદિરથી 700 મીટરના અંતરે બે હેલીપેડ બનાવવામાં આવ્યા છે. માહિતી અનુસાર, આ સુવિધા માટેનું ભાડું લગભગ 30 હજાર રૂપિયા હશે અને હેલિકોપ્ટરમાં 6 લોકો બેસી શકે છે.
યાત્રાધામ વિકાસ બોર્ડ આગામી દિવસોમાં અંબાજી, શ્રી નાથજી, પાલિતાણા, સલંગપુર, સોમનાથ, વડનગર, નડાબેટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તલગાજરડા સહિતના યાત્રાધામ ખાતે હેલિકોપ્ટરની સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે. આ માટે એરોટ્રાન્સ કંપનીને કામગીરી સોંપવામાં આવી છે.
હેલિકોપ્ટર સેવા શરૂ થતાં યાત્રાળુઓ માત્ર 40 મિનિટમાં અમદાવાદથી સલંગપુર મંદિર પહોંચી શકશે.