રચનાબેન નંદાણીયા કોંગ્રેસના નેતા અને જામનગરના વોર્ડ 4ના એક કોર્પોરેટર તો છે, પરંતુ તેઓ અલગ રીતે અને વિચિત્ર રીતે વિરોધ કરવા માટે ,જામનગરમાં ખાસ પ્રખ્યાત છે. તેઓ હંમેશા કોર્પોરેશનની બોર્ડ મીટિંગમાં અથવા JMC અધિકારીઓની સામે તેમનો દૃષ્ટિકોણ રજૂ કરવા માટે આક્રમકતાથી પોતાનો વિષય રાખે છે. તેમની વિરોધ કરવાની શૈલી હંમેશા અલગ હોય છે. ઓફિસની બહાર વાસણો વગાડીને વિરોધ કરવો, ટોયલેટમાં સીટ મૂકીને, ગાય તથા ઢોર નો કાફિલો લઇને JMC માં વિરોધ કરવો.. એ તેમનો વિરોધ કરવાનું અનોખો સ્ટાઈલ છે જે તેમના માટે સામાન્ય છે.

ભગતસિંહની તર્જ પર, તે પણ આક્રમકતા પર કહે છે કે બહેરાઓને સાંભળવા માટે વધુ અવાજની જરૂર છે. એમના મુજબ અધિકારીઓ સાંભળે છે અને જવાબ પણ આપે છે પરંતુ કામ નથી કરતા.

અલગ-અલગ રીતે વિરોધ કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તેના પર તેઓ કહે છે કે તે એ જ પદ્ધતિઓ અપનાવે છે જે જનતા દ્વારા કામ ન કરતા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે અપનાવું જોઈએ. તેઓ કહે છે કે જો અધિકારીઓ નેતાઓ તરીકે અમારી વાત નહીં સાંભળે તો જનતાની શું હાલત થાતી હશે, તમે સમજી શકો છો !

રચનાબેનએ પોતાના ઈન્ટરવ્યુમાં ઘણા રહસ્યો જાહેર કર્યા અને ઘણી એવી વાતો જણાવી જે સાંભળીને તમે ચોંકી જશો. અનેક સવાલોના અગ્રેસીવ અને સચોટતાથી જવાબ આપ્યા, તમે જ જુઓ અને સાંભળો ⬇️⬇️⬇️

error: Content is protected !!