21 રેસ્ટોરન્ટ અને હોટલો ઉપર કાલે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશને દરોડા પાડીને તેમને બંધ કરાવ્યા હતા અને ગઈકાલે રાત્રે જ તેમાંથી ઘણા ફરીથી ખુલી ગયા અને કોઈપણ ડર વગર ધંધો કરી રહ્યા હતા. એટલે કે સરકારી તંત્રના પ્રતિ કોઈ ને ન તો ડર હતો અને ન તો શર્મ.
3rd Eye Media દ્વારા આ બાબત માં ખબર ચલાવ્યા પછી સરકારી તંત્ર જાગ્યું અને પોતાના લીધે ચાલુ કરેલ રેસ્ટોરન્ટ ને સીલ કરી દીધું.
આ રેસ્ટોરન્ટ છે ઠેબા ચોકડી પાસે આવેલ સુપર ફેમીલી રેસ્ટોરન્ટમાં. કાલ રાતે બંધ કરાવા પછી પાછો ચાલુ કરવામાં આવેલ હોય, જેના અનુસંધાને આજરોજ એસ્ટેટ ઓફિસર, તેમજ પોલીસ સ્ટાફ, રેસ્ટોરન્ટે જઈ અને ફરી સીલ માર્યું. અને ઓફિસર દ્વારા ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી.
મોટી વાત આ છે કે સરકારી તંત્ર નો કોઈ ને ડર જ નથી. બધાય ના સેટિંગ અંદરો અંદર હોય જ છે ત્યારે જ એનેં વગેર કાયદા પૂર્ણ થયેલ છતાં લાયન્સ મળી જતું હોય છે હોટેલ અને રેસ્ટોરન્ટ ના માલિકો અને સંચાલકો ને આ વાત ની ખાતરી છે કે જેટલો દંડ ફૂડ ડિપાર્ટમેન્ટ વસૂલ કરી જશે તેનાથી વધારે એક જ દિવસમાં કમાય લેશું અને સરકારી તંત્ર એમનું કંઇપણ બગાડી નય શકે.