જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગને શહેરમાં ખુલ્લેઆમ વેચાતા ગેરકાયદેસર કોલ્ડ્રિંકસ ઉપર કાર્યવાહીમાં રસ જ નથી એટલે આ ગેરકાયદેસર કોલ્ડ્રિંકસ આખા જામનગરમાં ખુલ્લેઆમ બેદડક વેચાય છે. ફૂડ વિભાગના અધિકારીઓને શરૂઆતમાં આજ બોલતા હતા કે એમને તો આ બાબત માં ખબર જ નથી.
જ્યારે તેમને આ વિશે વિગતવાર જણાવ્યું તો તેમનો સ્ટેટમેન્ટ જ બદલી ગયો અને કહેવા લાગ્યા કે કોઈ ફરિયાદ કરતું નથી, તપાસ કેવી રીતે કરવી ?
દેખાવા માટે તેઓએ એક જગ્યાએ દરોડા પણ પાડ્યા હતા પરંતુ યોગ્ય કાર્યવાહી કર્યા વિના શહેરમાં તેમની નજર સામે 10 થી વધુ મેન્યુફેક્ચરીંગ ફેક્ટરીઓ ચાલી રહી છે, પરંતુ અધિકારીઓ તેથી રાજકોટ આગ જેવી મોટી ફૂડ પોઇસનિંગની ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે.
કેમ છે આ કોલ્ડ્રિંક્સ ગેરકાયદેસર ?
ગ્રીન કલરની બોટલો માં બેદડક વેચાતી આ ઠેરીની સોડા બોટલમાં ન તો કંપનીનું નામ લખાણ હોય છે, ન તો તેનું સરનામું હોય છે, ન તો તેમાં શું મિક્સ થયું છે તે વિશે લખ્યું હોય છે, ન તો તેના પર મેન્યુફેક્ચરિંગ ડેટ હોય છે અને ન તો એક્સપાયરી ડેટ હોય છે. એટલે કે આ કોકડ્રિંકસ નો કોઈ માઈ બાપ છે કે નઈ એ પણ ખબર નથી. કાલે આ કોલ્ડ્રિંકડ ને પીને કોઈને કંઈ થઈ ગયું તો પછી કોણ ને પકડવું તે પણ શોધવું પડશે.