જામનગરમાં ગણા ટાઈમ થી નવી કોલ્ડ્રિંક વેચાણ થતું જણાય છે. આ કોલ્ડ્રિંક લીલી બોટલસ માં વેચાતી સામાન્ય રીતે મસાલા થેરી સોડા તરીકે ઓળખાય છે. આ સોડા ઉત્પાદકો છૂટક વિક્રેતાઓને ભારે નફાના માર્જિન ઓફર કરે છે, જેથી કોઈ પણ રિટેલર આ સોડા બોટલોની પાછળના નિયમો અને કાયદાનો ભંગ થવા પણ જોવાની અવગણના કરે છે. અને મોટી વાત આ છે કે ફૂડ અને સેફ્ટી ડિપાર્ટમેન્ટ ના કોઈ પણ અધિકારી કે એને લગતા કોઈ પણ માણસો ને આ બાબત માં કોઈ જાણ નથી.
સૂત્રો અનુસાર આ કોલ્ડ્રિંક લાગવગ 8 અલગ અલગ ફર્મ બનાવે છે. જેનો સરનામું કોઈ પણ દુકાનદાર જે એને વેચે છે એના પાસે પણ નથી.
આ કોલ્ડ્રિંકસ ની બોટલો ઉપર ના તો નામ છે ન તો એનો મેન્યુફેક્ચર ડેટ છે અને મોટી વાત આ છે કે આજે બધી દુકાન ઉપર સામાન્ય તરીકે વેચાય છે. એને નાનાથી લઈ મોટા સુધી બધાઈ ટેસ્ટથી પીવે છે કાલ સવારે કોઈપણ ને કાંઈ પણ થઈ જાય તો આ બનાવે કોણ છે કોઈને ખબર નથી.
સરકારી તંત્ર એ દેખાવા માટે માત્ર એક ફેક્ટરી ઉપર રેડ મારી છે, જામનગરના ગુલાબ નગર અને જીઆઈડીસી વન એરિયા માં હજુ પણ આવી ગૈર કાયદેસર કોલ્ડ ડ્રીંક બનાવતી ફેક્ટરીઓ હજી ચાલે છે એને કોઈ નો ડર નથી.
જ્યારે મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ અઠ્ઠાવન સ્થિત મેન્યુફેક્ચરિંગ યુનિટ પર પહોંચી ત્યાં તેમને ન તો સ્વચ્છતા જોવા મળી કે ન તો કોઈ પણ કાયદા નું પાલન.