પાત્રતા:
ઉંમર: લાભાર્થીની ઉંમર 25 થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત: 10મું પાસ અને નિયમિત વ્યવસાયમાં એક વર્ષનો અનુભવ.
આવક: કોઈ મર્યાદા નથી.
લોન મર્યાદા:
- રૂ.1 લાખથી વધુ અને રૂ.25 લાખ સુધીના નવા ઉત્પાદન પ્રોજેક્ટને બેંક પાસેથી લોન માટે મંજૂરી આપવામાં આવશે.
- આ યોજનાના હેતુ માટે, પ્રોજેક્ટ ખર્ચમાં પ્લાન્ટ ખર્ચ, મશીનરી સામગ્રી ખર્ચ અને આ બંને ખર્ચના મહત્તમ 10 ટકા સુધીની કાર્યકારી મૂડીનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટના ખર્ચમાં જમીન અને મકાન બાંધકામની કિંમતનો સમાવેશ થશે નહીં.
- પ્રોજેક્ટ પ્રવૃત્તિ અને મશીનરીના રોકાણ માટે ઓછામાં ઓછા રૂ. પાંચ લાખ હોવા જોઈએ.
મહત્વપૂર્ણ લિંક્સ
સંપર્ક: સંબંધિત જિલ્લા ઉઘોગ કેન્દ્ર
અરજીપત્ર: આ વેબસાઈટ પર અને સંબંધિત જિલ્લા ઉઘોગ કેન્દ્ર દ્વારા
જ્યોતિગ્રામ વિકાસ યોજના બેંક લોન માર્જિન સહાય અરજી ઠરાવ:
જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજનાનો ઠરાવ
સબસિડી ફોર્મઃ ફોર્મ ડાઉનલોડ કરો