હિમાચલની મંડી સીટ પરથી ભાજપના ઉમેદવાર અને બોલીવુડની ફેમસ અભિનેત્રી કંગના રનૌતની આવકનો મુખ્ય સ્ત્રોત ફિલ્મોની ફી અને જાહેરાતોમાંથી થતી આવક છે. કંગના એક ફિલ્મ માટે લગભગ 25 કરોડ રૂપિયા લિયે છે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે આપેલી એફિડેવિટ મુજબ તેમણે
– 28 કરોડથી વધુની ચલ સંપત્તિ ધરાવે છે
– 62 કરોડથી વધુની સ્થાયી મિલકત ધરાવે છે
– 6 કિલો 700 ગ્રામ સોનું અને તેની જ્વેલરી
– લગભગ 50 લાખ રૂપિયાની કિંમતની 60 કિલો ચાંદી છે
– 3 કરોડથી વધુની કિંમતની ડાયમંડ જ્વેલરી
– 50 LIC વીમા પોલિસી છે
– ₹ 2 લાખ રોકડ છે
કંગના રનૌતની કુલ સંપત્તિ 59 કરોડ રૂપિયાથી વધુ છે. કંગના પર 17 કરોડ રૂપિયાની જવાબદારી પણ છે. કંગના માત્ર 12મી પાસ છે.