જામનગરની મોદી સ્કૂલમાં ઇલેક્ટ્રિક મીટરમાં આગ લાગવાની ઘટના ખરેખર ડરામણી હતી. આ ઘટનાએ આપણને એ વિચારવા મજબૂર કરી દીધા કે શું આપણે આપણા હૃદયના ટુકડાને શાંતિથી અભ્યાસ માટે ન મોકલી શકીએ ?
આજકાલ, બાળકો જ્યાં મોટાભાગનો સમય વિતાવે છે તે શાળા છે અને બીજું તેમનું કોચિંગ. અભ્યાસના દૃષ્ટિકોણથી બંને સ્થળો શ્રેષ્ઠ હોઈ શકે છે પરંતુ શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે તે સ્થળ સુરક્ષિત છે કે નહીં. શું તમે ક્યારેય તેમની શાળા અને કોચિંગ મેનેજમેન્ટને અથવા સ્ટાફને પેરેન્ટ મીટિંગમાં પૂછ્યું છે કે શું તેમની પાસે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ છે ? શું તમે ક્યારેય તેની તપાસ કરી છે કે તેમની ફાયર એનોસી ક્યારે એક્સપાયર થાય છે, એમની સરકારી માન્યતાઓ શું તેઓ ખરેખર તેનો અમલ કરે છે કે તે માત્ર કાગળ પર જ છે ?
એક જીમમેવાર વાલી તરીકે, શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે શું CCTV સમગ્ર શાળા અને કોચિંગ વિસ્તારને આવરી લે છે અથવા કોઈ ખૂણો છોડી દેવામાં આવ્યો છે. શું તેમના તમામ સીસીટીવી ચાલુ છે, શું CCTV રેકોર્ડ કરવામાં આવી રહ્યા છે કે તે માત્ર નામ પૂરતા જ છે ?
શું તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે જો કોઈ અપ્રિય ઘટના બને તો બાળકો માટે બહાર નીકળવાના કેટલા અને કયા કયા રસ્તાઓ છે ?
જો તમે આ બધી બાબતોને સમયસર જાણતા હોવ તો તમને તે સમયે અથવા ઘટના પછી અફસોસ નહીં થાય કે કાશ મેં આ પગલાં તપાસ્યા હોત. શાળા અને કોચિંગ સંસ્થાની જવાબદારી છે કે એક બાળક હોય કે અનેકો,તે સુનિશ્ચિત કરે કે તેઓ નિયમોનું યોગ્ય રીતે ખરેખર પાલન કરે છે અને માત્ર થોડા પૈસા બચાવવા માટે બાળકોના જીવનને જોખમમાં ન નાખે.