સિંગલા ગામનું દંપતી કામ અર્થે છોટા ઉદેપુર જઈ રહ્યું હતું ત્યારે સ્ટેટ બેંક નજીકથી પસાર થતી વખતે અચાનક કારમાં આગ લાગી ગઈ. છોટા ઉદેપુર સ્ટેટ બેંક પાસે મારુતિ વેનમાં આગ લાગવા પછી મારુતિ વેન બળીને રાખ થઈ ગઈ. કારમાં બેઠેલું કપલ યોગ્ય સમયે કારમાંથી બહાર નીકળી ને પોતાની જાન બચાવી લીધી. ફાયર બ્રિગેડના જવાનોએ આવીને કારની આગને અથક પ્રયાસ પછી કાબુમાં લીધી.